12 પાસ માટે ગુજરાત વન રક્ષક ભરતી 2022: 823 જગ્યાઓ માટે અરજી કરો

ગુજરાત વન રક્ષક ભરતી 2022: અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ કોર્સ, ગુજરાત માં ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક)ની જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા માટે સૂચના જારી કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા 01 નવેમ્બર 2022 થી શરૂ થશે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2022 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 823 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. Gujarat Forest Department ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને, તમે તાજેતરની ભરતીની સૂચના વાંચી શકો છો અને ઑનલાઇન ફોર્મ અરજી કરી શકો છો.

ગુજરાત વન રક્ષક ભરતી 2022

ગુજરાત વન રક્ષક ભરતી 2022

સૂચના Forest Guard Recruitment 2022: ગુજરાતમાં 823 ફોરેસ્ટ ગાર્ડની ભરતી જાહેર
ઓર્ગેનાઇઝેશન નામ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ કોર્સ, ગુજરાત વન વિભાગ
પોસ્ટનું નામ ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક)
કુલ જગ્યા 823 પોસ્ટ
લાયકાત 12 પાસ
અરજીની શરૂઆતની તારીખ 01-11-2022
અરજી કરવાની છેલ્લી તારીખ 15-11-2022
સત્તાવાર સાઇટ https://forests.gujarat.gov.in/

Forest Guard Vacancy 2022:

ક્રમ નં. જિલ્લાનું નામ કુલ જગ્યા
01 અમદાવાદ 02
02 અમરેલી 70
03 આણંદ 01
04 અરવલ્લી 14
05 કચ્છ 36
06 ખેડા 01
07 ગાંધીનગર 02
08 ગીર સોમનાથ 10
09 છોટા ઉદેપુર 47
10 જામનગર 09
11 જુનાગઢ 146
12 ડાંગ 43
13 તાપી 56
14 દાહોદ 48
15 નર્મદા 37
16 નવસારી 02
17 પાટણ 02
18 પંચમહાલ 38
19 પોરબંદર 06
20 બનાસકાંઠા 23
21 ભાવનગર 61
22 ભરૂચ 15
23 મહીસાગર 30
24 રાજકોટ 01
25 વડોદરા 23
26 વલસાડ 29
27 સાબરકાંઠા 37
28 સુરત 28
29 સુરેન્દ્રનગર 06
કુલ જગ્યાઓ 823

ફોરેસ્ટ ગાર્ડની ભરતી 2022 માટેની શૈક્ષણિક લાયકાત જાણો:

 1. ઉમેદવાર ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી (ધોરણ-12) અથવા તેની સમકક્ષ સરકારશ્રી માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇશે.
 2. ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા બંન્ને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.

ઉંમર મર્યાદા:

અરજદારોની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 34 વર્ષથી વધુ ન હોવી જોઇએ. અનામત વર્ગને વયમાં છુટછાટ મળવાપત્ર છે.

આ પણ વાંચો: UIDAI માં આવી ભરતી: વિવિધ જગ્યા માટે કરો અરજી @uidai.gov.in

વન રક્ષક ભરતી 2022 અરજી ફી જાણો:

 • બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી/પરીક્ષા ફી રૂ.100/- + સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે.
 • અન્ય ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહી.

Forest Guard Salary:

પસંદ થયેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ માટે રૂ. 19,950/- નિયત ફિકસ પગારથી નિમણુંક આપવામાં આવશે.

ફોરેસ્ટ ગાર્ડની પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ક્રમાનુસાર 2 (બે) તબક્કામાં યોજવામાં આવશે.

 1. પ્રથમ તબકકો હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેવાનાર લેખિત પરીક્ષા રહેશે.
 2. બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે.
 3. બંન્ને તબક્કામાં સફળ થયેલ ઉમેદવારોએ વોકીંગ ટેસ્ટ પાસ કરવાનો રહેશે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ સિલેબસ 2022:

ભરતી માટે લેખિત પરીક્ષા અનિવાર્ય છે. આ લેખિત પરીક્ષામાં MCQ (Multiple-choice Question) પ્રકારના 100 પ્રશ્નો રહેશે અને સદરહુ લેખિત પરીક્ષા ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પધ્ધતિથી લેવામાં આવશે. લેખિત પરીક્ષામાં 2 ગુણના 100 પ્રશ્નો લેખે કુલ 200 ગુણની રહેશે અને પરીક્ષાનો સમય 2 કલાક રહેશે. દરેક ખોટા જવાબ માટે મેળવેલ ગુણમાંથી 0.25 ગુણ (0.25 % નહિ પરંતુ 0.25 ગુણ) કમી કરવામાં આવશે. (નેગેટીવ માર્કીંગ લાગુ પડશે.) O.M.R શીટમાં સફેદ શાહી (white ink) નો ઉપયોગ કરી શકાશે નહિ. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (white ink) નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ માર્કસ આપવામાં આવશે.

ક્રમ વિષય ટકાવારી
1 સામાન્ય જ્ઞાન 25%
2 સામાન્ય ગણિત 12.5%
3 ગુજરાતી ભાષા 12.5%
4 કુદરતી પરીબળો જેવા કે,પર્યાવરણ તથા ઇકોલોજી. વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધિય વનસ્પતિ, લાકડુ તથા લાકડાં આધારીત ઉધોગો, ભુભૌગોલિક પરીબળો 50%
કુલ 100%

ભૌતિક ધોરણ:

પુરુષ ઉમેદવાર માટે:

વર્ગ ઉંચાઇ ફુલાવ્યા વગર છાતી ફુલાવેલ છતી વજન
અનુસૂચિત જનજાતિ 155 સેમી 79 સેમી 84 સેમી 50
અનુસૂચિત જનજાતિ સિવાયના 163 સેમી 79 સેમી 84 સેમી 50
છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 (પાંચ) સેન્ટીમીટર હોવો જરૂરી છે.

મહિલા ઉમેદવાર માટે:

વર્ગ ઉંચાઇ વજન
અનુસૂચિત જનજાતિ 145 સેમી 45
અનુસૂચિત જનજાતિ સિવાયના 150 સેમી 45

વન રક્ષક ભરતી 2022 શારીરિક ક્ષમતા કસોટી:

પુરુષ ઉમેદવાર માટે:

શારીરિક ક્ષમતા કસોટીની વિગત સમય અને માપ
માજી સૈનિક સિવાય માજી સૈનિક
1600 મીટર દોડ 6:00 મિનિટ 6:30 મિનિટ
ઊંચો કૂદકો 4 ફુટ 3 ઇંચ 4 ફુટ
લાંબો કુદકો 15 ફુટ 14 ફુટ
પુલઅપ્સ (હથેળી પોતાની બાજુ રહે તે રીતે) ઓછામાં ઓછા 8 વખત ઓછામાં ઓછા 8 વખત
રસ્સા ચઢ 18 ફુટ 18 ફુટ

મહિલા ઉમેદવાર માટે:

શારીરિક ક્ષમતા કસોટીની વિગત સમય અને માપ
માજી સૈનિક સિવાય માજી સૈનિક
800 મીટર દોડ 4 મિનિટ 4:20 મિનિટ
ઊંચો કૂદકો 3 ફુટ 2 ફુટ 9 ઇંચ
લાંબો કુદકો 9 ફુટ 8 ફુટ

આ પણ વાંચો: Eastern Railway Apprentice Recruitment 2022, Apply for 3115 Vacancies

ગુજરાત વન રક્ષક ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

 • OJAS ગુજરાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો – https://ojas.gujarat.gov.in/.
 • નેવિગેશન મેનુ હેઠળ ઓનલાઈન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરો અને લાગુ કરો પર ક્લિક કરો.
 • પછી જોબ પસંદ કરો અને Apply બટન પર ક્લિક કરો.
 • પછી તમે જરૂરી માહિતી ભરી શકો છો અને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો.
 • ફોર્મ ને કન્ફર્મ કરો.
 • અરજી ફી ચુકવો.
 • અરજીની પ્રિન્ટ કરો.
 • અરજી લિંક: https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

ગુજરાત વન રક્ષક ભરતી 2022 નોટિફિકેશન:

ગુજરાત વન વિભાગે વન રક્ષકની જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરી છે. લાયક ઉમેદવારો 15 નવેમ્બર, 2022 સુધી સત્તાવાર વેબસાઇટ પર ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. વધુ માહિતી માટે વન રક્ષક ભરતી 2022 ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

Leave a Comment